Wednesday, August 6, 2008

શ્રી ગિરિરાજજીનો પ્રકટ પ્રતાપ

(૧) એક વૈષ્ણવને વ્રજમાં બાવળની મોટી સૂળ (કાંટૉ) ચંપલમાં ઘૂસી, આરપાર પગના તળિયામાં ઘૂસી ગઈ. રાતે પગ ખુબજ સૂજી ગયો. ઉભા રહેવાય નહી. ખુબ પીડા થાય. સવારે શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરવાની હતી. સાથેના વૈષ્ણવોએ સલાહ આપી, તમે આરામ કરો. તેમને વિરહતાપ થયો. બે જણના ખભે ટેકો લઈ પરાણે શ્રીગિરિરાજજી સન્મુખ પહોંચ્યા. દંડવત કરીયા. પીડા ઓછી થઈ. પરિક્રમા કરવા નીકળ્યા. બધા આગળ ગયાં. તેઓ ધીમે ધીમે પાછળ પાછળ ચાલે. શ્રી ગિરિરાજજીની એવી કૃપા થઈ કે સૌથી પહેલાં તેમની પરિક્રમા પૂરી થઈ

(૨) પૂ.ગો.શ્રી ઇન્દિરાબેટીજીનો અનુભવ છે. તેઓ સાત-આઠ વષૅનાં હતાં. તેમના દાદાજીની વ્રજપરિક્રમામાં તેમનાં માતાજી સાથે ગયેલા. જતિપુરામાં યાત્રાનો મુકામ હ્તો. બાલચેષ્ટામાં કુકા રમવા શ્રીગિરિરાજજીના નાના નાના શિલાખંડો ભેગા કરી, ફ્રોકના ખિસ્સામાં મુકેલા. રાત્રે મુશળધાર વરસાદ થયો. શ્રીગિરિરાજજીના અપરાધનો પ્રકોપ હતો. તેઑ ના માતાશ્રીને ખબર થતા. તેઓશ્રીએ આજ્ઞાથી શ્રીગિરિરાજજી પાછા પધરાવી દીધા. તેમની ક્ષમા માગી. ત્યારથી પુ. જીજીને શ્રીગિરિરાજજી ઉપર અનહદ ભાવ જાગ્યો.