Monday, August 11, 2008

શ્રીગોવધૅન ગિરિરાજજીની તળેટીમાં રહીએ.

તરહટી શ્રીગોવધૅન કી રહિયે,
નિતપ્રતિ શ્રીમદનમોહનલાલ કે ચરનકમ ચીત્ત લહિયે,
તન પુલકિત બ્રજરજમેં લોટત ગોવિંદકુંડ મેં ન્હાઇયે.
"રસિક" પ્રીતમ હિત ચિત કી બાતેં શ્રીગિરિધારીજી સોં કહિયે.

પદનો ભાવાથૅ -
શ્રીગોવધૅન ગિરિરાજજીની તળેટીમાં રહીએ.
તળેટીમા રહેવાનાં બે કારણ્ (૧) શિખર પર પહોંચનારને અભિમાન થાય. પવૅત ન ચડી શક્વાથી તળેટીમાં રહેનારને દીનતા રહે. શ્રીગોવધૅન એટલે ભક્તિનો પવૅત. ભક્તિમાં દીનતા જોઇએ, અભિમાન ન ચાલે. (૨) તળેટી એટલે શ્રીગિરિરાજબાવાનાં ચરણકમળ અને તેમાં સોળ દિવ્ય ચિન્હો. તેઓ ભક્તને અલૌકિક સિધ્ધિઓ આપે.
ત્યાં કેવી રીતે રહેવાનું ? શું કરવાનું ? જવાબ છે -
દરરોજ શ્રી મદનમોહનલાલ પ્રભુનાં ચરણકમળમાં મ ચોંટાડવાનું - મન એકાગ્ર કરવાનું.
દુનિયામાં રખડતા-ભટક્તા મનન શ્રીઠાકોરજીનાં ચરણો રુપી ખીલે બાંધવાનું. શ્રીજીની લીલાઓનું ચિંતન કરવાનું. જગતને ભુલી મન શ્રીઠાકોરજીમાં જોડવાનું - આ મનનો નિરોધ.
બીજું શું કરવાનું ?
ત્યાંની વ્રજરજમાં આળોટવાનું અને ગોવિંદકુંડમાં ન્હાવાનું. વ્રજરજમાં શ્રીઠાકોરજી અને શ્રીસ્વામિનીજી ફરે છે. તેમનાં ચરણોના સ્પશૅથી, વ્રજરજ પણ સાક્ષાત શ્રીઠાકોરજીનું સ્વરુપ બની ગઈ છે, તે આપણા શરીરે લાગેતો આપણું શરીર દિવ્ય બને. દિવ્ય શરીરથી જ શ્રી ઠાકોરજીનાં સાક્ષાત દશૅન થાય. આથી વ્રજરજમાં લોટવાથી શરીરના રોમરોમમાં આનંદ થાય. વ્રજરજસ્વરુપે શ્રીઠાકોરજીને ભેટવાનો આનંદ મળે. ગોવિંદકુંડના જળથી ઇંન્દ્રએ શ્રીક્રુષ્ણનો અભિષેક કરેલો. ગોવિંદસ્વામિએ શ્રીનાથજીને તેમાં સ્નાન કરાવેલું. શ્રીમહાપ્રભુજી અને શ્રી ગુસાંઇજી પણ તેમાં સ્નાન કરતા. એ સૌના સ્નાનનું જળ-ચરણામ્રુત છે. તે લેવાથી તન અને મન અલૌકિક બને. આશ્રય દઢ થાય. આ શરીરનો નિરોધ.
ત્રીજું શું કરવાનું ?
શ્રીહરિરાયજી (રસિક) કહે છે - આપણા પ્રિયતમ પ્રભુ શ્રીગોવધૅનનાથજી સાથે તમને સુખ થાય તેવી પ્રમભરી વાતો કરીએ. આ વાણીનો નિરોધ.
મન - શરીર અને વાણીનો નિરોધ કરતાં, દાસભાવ અને દિનતા દઢ કરવા
શ્રીગિરિરાજજીના તળેટીમાં રહેવાનો આપણે મનોરથ કરીએ.