Tuesday, October 28, 2008

શ્રીગિરીરાજ પૂજન

  • શ્રીગિરીરાજજીના મુખારવીંદ અથવા સુરભીકુંડે છપ્પનભોગ સ્થાને અથવા શ્રીગિરીરાજજીના કોઈપણ શિલાખંડનું પૂજન થઈ શકે.
  • દરરોજ સવારે શ્રીગિરીરાજજીના મુખારવિંદે મંગળા આરતી થઈ ગયા પછી પૂજન કરી સકાય. સાંજ સુધી પૂજન થાય. ભોજન કરિયા પછી ન કરવું.
  • સ્નાન કરી, શુધ્ધ વસ્ત્રો પહેરી, ચરણામુત- તિલક કરી પૂજન માટે જવું.
  • સૌ પ્રથમ શ્રીમહાપ્રભુજીની બેઠકે દરશન- દંડવત કરી પુજન માટે આજ્ઞા માગવી.
    પછી શ્રીશ્રીગિરીરાજજીને દંડવત કરી, પુજન માટે આજ્ઞા માગી, પુજન કરનારની લાઈનમાં શાંતિથી ઊભા રહેવું અને મનમાં અષ્ટાક્ષ્રર જપ કરવા.
  • પુજન માટે ગાયના શુધ્ધ અને ઉત્તમ દુધનો જ આગ્રહ રાખવો. આપણી સગવડ પ્રમાણે ધોતી-ઉપરણા, કંકુ, અત્તર, શ્રીઅંગ લુછવાન કોમળ વસ્ત્ર, ફુલ માળા, દુધઘરની સામગ્રી, દુધ, માનસીગંગાનું જળ, લોટી વગેરે સાહિત્ય લઈ જવું.
  • હાથ પર ઘડીયાળ, વીંટી ન રાખવા. બંગડી પણ ઉંચી ચડાવી દેવી.
  • પહેલા ઝીણી ધારે શ્રીગિરીરાજજીને જળથી સ્નાન કરાવવું પછી દુધથી અને છેલ્લે જળથી સ્નાન કરાવવું. સ્નાન કરાવતા સ્નાનનું દુધ કે જળ લઇ મોંમાં ના મુંકવુ.
  • પછી કોમળ હાથે અંગવસ્ત્ર કરવું, એવી જ કોમળ રીતે અત્તર સમરપન કરી, ધોતી ઉપરણા ધરવા. પછી તિલક અને કમળપત્ર કરવાં. પુષ્પમાળા અથવા પુષ્પમાળા ધરાવવા.
  • પછી ચરણસ્પશ કરવા
  • હાથ ખાસા કરી, ઝારીજ ભરવી અને ભોગ ધરવા. હાથ જોડી વિનંતિ કરવી - શ્રીમહાપ્રભુજી, શ્રીગુસાંઇજી, શ્રીગુરુદેવની કાનિથી ક્રુપા કરી આરોગો.પછી દંડવત કરવા.
  • સમય થાય એટલે ભોગ સરાવી, તે ભોગ શ્રીમહાપ્રભુજીને ધરવો.
    તે પ્રસાદ વ્રજવાસીઓ અને વૈષ્ણવોને આપ્યા પછી, કણિકા લેવો.
  • 'હરિદાસવય શ્રીગિરિરાજગોવધૅનાય નમઃ" મંત્રની ઓછામાં ઓછી એક માળા ફેરવવી.

Thursday, October 2, 2008

દંડવતી શિલા

શ્રીગિરિરાજજીના મુખારવિંદથી આગળ ચાલતાં ડાબા હાથે નગારખાનાનો દરવાજો આવે છે. તેની સામે દંડવતી શિલા આવેલી છે. એમ કહેવાય છે કે શ્રીનાથજી જ્યારે ગિરિરાજથી મેવાડ પધારિયા ત્યારે આ દંડવતી શિલાની ઊંચાઈ એક માણસ જેટલી એટલે કે લગભગ સાડા પાંચ ફુટની હતી. તે અત્યારે ઘણી ઘટી ગઇ છે. જમીનમાં તે શિલા ઉતરી ગઈ હોવાથી આજુબાજુ ખાડો બનાવી તેમનાં દશૅન થાય છે. અહીથી જતા આવતા દરેક વૈષ્ણવ આ શિલાએ દંડવત કરી, જાણતા અજાણતા શ્રીગિરિરાજજીના થયેલ અપરાધની ક્ષમા માગે છે. ચાલો આપણે પણ અહી દંડવત કરી આપણી યાત્રા આગળ ધપાવીયે.