શ્રીગિરીરાજ પૂજન
- શ્રીગિરીરાજજીના મુખારવીંદ અથવા સુરભીકુંડે છપ્પનભોગ સ્થાને અથવા શ્રીગિરીરાજજીના કોઈપણ શિલાખંડનું પૂજન થઈ શકે.
- દરરોજ સવારે શ્રીગિરીરાજજીના મુખારવિંદે મંગળા આરતી થઈ ગયા પછી પૂજન કરી સકાય. સાંજ સુધી પૂજન થાય. ભોજન કરિયા પછી ન કરવું.
- સ્નાન કરી, શુધ્ધ વસ્ત્રો પહેરી, ચરણામુત- તિલક કરી પૂજન માટે જવું.
- સૌ પ્રથમ શ્રીમહાપ્રભુજીની બેઠકે દરશન- દંડવત કરી પુજન માટે આજ્ઞા માગવી.
પછી શ્રીશ્રીગિરીરાજજીને દંડવત કરી, પુજન માટે આજ્ઞા માગી, પુજન કરનારની લાઈનમાં શાંતિથી ઊભા રહેવું અને મનમાં અષ્ટાક્ષ્રર જપ કરવા. - પુજન માટે ગાયના શુધ્ધ અને ઉત્તમ દુધનો જ આગ્રહ રાખવો. આપણી સગવડ પ્રમાણે ધોતી-ઉપરણા, કંકુ, અત્તર, શ્રીઅંગ લુછવાન કોમળ વસ્ત્ર, ફુલ માળા, દુધઘરની સામગ્રી, દુધ, માનસીગંગાનું જળ, લોટી વગેરે સાહિત્ય લઈ જવું.
- હાથ પર ઘડીયાળ, વીંટી ન રાખવા. બંગડી પણ ઉંચી ચડાવી દેવી.
- પહેલા ઝીણી ધારે શ્રીગિરીરાજજીને જળથી સ્નાન કરાવવું પછી દુધથી અને છેલ્લે જળથી સ્નાન કરાવવું. સ્નાન કરાવતા સ્નાનનું દુધ કે જળ લઇ મોંમાં ના મુંકવુ.
- પછી કોમળ હાથે અંગવસ્ત્ર કરવું, એવી જ કોમળ રીતે અત્તર સમરપન કરી, ધોતી ઉપરણા ધરવા. પછી તિલક અને કમળપત્ર કરવાં. પુષ્પમાળા અથવા પુષ્પમાળા ધરાવવા.
- પછી ચરણસ્પશ કરવા
- હાથ ખાસા કરી, ઝારીજ ભરવી અને ભોગ ધરવા. હાથ જોડી વિનંતિ કરવી - શ્રીમહાપ્રભુજી, શ્રીગુસાંઇજી, શ્રીગુરુદેવની કાનિથી ક્રુપા કરી આરોગો.પછી દંડવત કરવા.
- સમય થાય એટલે ભોગ સરાવી, તે ભોગ શ્રીમહાપ્રભુજીને ધરવો.
તે પ્રસાદ વ્રજવાસીઓ અને વૈષ્ણવોને આપ્યા પછી, કણિકા લેવો. - 'હરિદાસવય શ્રીગિરિરાજગોવધૅનાય નમઃ" મંત્રની ઓછામાં ઓછી એક માળા ફેરવવી.