Thursday, October 2, 2008

દંડવતી શિલા

શ્રીગિરિરાજજીના મુખારવિંદથી આગળ ચાલતાં ડાબા હાથે નગારખાનાનો દરવાજો આવે છે. તેની સામે દંડવતી શિલા આવેલી છે. એમ કહેવાય છે કે શ્રીનાથજી જ્યારે ગિરિરાજથી મેવાડ પધારિયા ત્યારે આ દંડવતી શિલાની ઊંચાઈ એક માણસ જેટલી એટલે કે લગભગ સાડા પાંચ ફુટની હતી. તે અત્યારે ઘણી ઘટી ગઇ છે. જમીનમાં તે શિલા ઉતરી ગઈ હોવાથી આજુબાજુ ખાડો બનાવી તેમનાં દશૅન થાય છે. અહીથી જતા આવતા દરેક વૈષ્ણવ આ શિલાએ દંડવત કરી, જાણતા અજાણતા શ્રીગિરિરાજજીના થયેલ અપરાધની ક્ષમા માગે છે. ચાલો આપણે પણ અહી દંડવત કરી આપણી યાત્રા આગળ ધપાવીયે.