Monday, August 11, 2008
શ્રીગોવધૅન ગિરિરાજજીની તળેટીમાં રહીએ.
નિતપ્રતિ શ્રીમદનમોહનલાલ કે ચરનકમ ચીત્ત લહિયે,
તન પુલકિત બ્રજરજમેં લોટત ગોવિંદકુંડ મેં ન્હાઇયે.
"રસિક" પ્રીતમ હિત ચિત કી બાતેં શ્રીગિરિધારીજી સોં કહિયે.
પદનો ભાવાથૅ -
શ્રીગોવધૅન ગિરિરાજજીની તળેટીમાં રહીએ.
તળેટીમા રહેવાનાં બે કારણ્ (૧) શિખર પર પહોંચનારને અભિમાન થાય. પવૅત ન ચડી શક્વાથી તળેટીમાં રહેનારને દીનતા રહે. શ્રીગોવધૅન એટલે ભક્તિનો પવૅત. ભક્તિમાં દીનતા જોઇએ, અભિમાન ન ચાલે. (૨) તળેટી એટલે શ્રીગિરિરાજબાવાનાં ચરણકમળ અને તેમાં સોળ દિવ્ય ચિન્હો. તેઓ ભક્તને અલૌકિક સિધ્ધિઓ આપે.
ત્યાં કેવી રીતે રહેવાનું ? શું કરવાનું ? જવાબ છે -
દરરોજ શ્રી મદનમોહનલાલ પ્રભુનાં ચરણકમળમાં મ ચોંટાડવાનું - મન એકાગ્ર કરવાનું.
દુનિયામાં રખડતા-ભટક્તા મનન શ્રીઠાકોરજીનાં ચરણો રુપી ખીલે બાંધવાનું. શ્રીજીની લીલાઓનું ચિંતન કરવાનું. જગતને ભુલી મન શ્રીઠાકોરજીમાં જોડવાનું - આ મનનો નિરોધ.
બીજું શું કરવાનું ?
ત્યાંની વ્રજરજમાં આળોટવાનું અને ગોવિંદકુંડમાં ન્હાવાનું. વ્રજરજમાં શ્રીઠાકોરજી અને શ્રીસ્વામિનીજી ફરે છે. તેમનાં ચરણોના સ્પશૅથી, વ્રજરજ પણ સાક્ષાત શ્રીઠાકોરજીનું સ્વરુપ બની ગઈ છે, તે આપણા શરીરે લાગેતો આપણું શરીર દિવ્ય બને. દિવ્ય શરીરથી જ શ્રી ઠાકોરજીનાં સાક્ષાત દશૅન થાય. આથી વ્રજરજમાં લોટવાથી શરીરના રોમરોમમાં આનંદ થાય. વ્રજરજસ્વરુપે શ્રીઠાકોરજીને ભેટવાનો આનંદ મળે. ગોવિંદકુંડના જળથી ઇંન્દ્રએ શ્રીક્રુષ્ણનો અભિષેક કરેલો. ગોવિંદસ્વામિએ શ્રીનાથજીને તેમાં સ્નાન કરાવેલું. શ્રીમહાપ્રભુજી અને શ્રી ગુસાંઇજી પણ તેમાં સ્નાન કરતા. એ સૌના સ્નાનનું જળ-ચરણામ્રુત છે. તે લેવાથી તન અને મન અલૌકિક બને. આશ્રય દઢ થાય. આ શરીરનો નિરોધ.
ત્રીજું શું કરવાનું ?
શ્રીહરિરાયજી (રસિક) કહે છે - આપણા પ્રિયતમ પ્રભુ શ્રીગોવધૅનનાથજી સાથે તમને સુખ થાય તેવી પ્રમભરી વાતો કરીએ. આ વાણીનો નિરોધ.
મન - શરીર અને વાણીનો નિરોધ કરતાં, દાસભાવ અને દિનતા દઢ કરવા
શ્રીગિરિરાજજીના તળેટીમાં રહેવાનો આપણે મનોરથ કરીએ.
Wednesday, August 6, 2008
શ્રી ગિરિરાજજીનો પ્રકટ પ્રતાપ
(૨) પૂ.ગો.શ્રી ઇન્દિરાબેટીજીનો અનુભવ છે. તેઓ સાત-આઠ વષૅનાં હતાં. તેમના દાદાજીની વ્રજપરિક્રમામાં તેમનાં માતાજી સાથે ગયેલા. જતિપુરામાં યાત્રાનો મુકામ હ્તો. બાલચેષ્ટામાં કુકા રમવા શ્રીગિરિરાજજીના નાના નાના શિલાખંડો ભેગા કરી, ફ્રોકના ખિસ્સામાં મુકેલા. રાત્રે મુશળધાર વરસાદ થયો. શ્રીગિરિરાજજીના અપરાધનો પ્રકોપ હતો. તેઑ ના માતાશ્રીને ખબર થતા. તેઓશ્રીએ આજ્ઞાથી શ્રીગિરિરાજજી પાછા પધરાવી દીધા. તેમની ક્ષમા માગી. ત્યારથી પુ. જીજીને શ્રીગિરિરાજજી ઉપર અનહદ ભાવ જાગ્યો.
Tuesday, August 5, 2008
શ્રી ગિરીરાજજીનાં આઠ દ્વાર - આઠ સખા.
- બિલછું કુંડ - શ્યામ તમાલના વૃક્ષ નીચે - ક્રુષ્ણદાસજી
- માનસી ગંગા - પીપળના વૃક્ષ નીચે - નંદદાસજી
- ચંદ્રસરોવર - પરસોલી - સૂરદાસજી
- આન્યોર - સદુપાંડેનું ઘર - કુંભનદાસજી
- અપ્સરા કુંડ - શ્યામ તમાલના વૃક્ષ નીચે - છીતસ્વામી
- સુરભિ કુંડ - શ્યામ તમાલના વૃક્ષ નીચે - પરમાનંદદાસજી
- ઐરાવત કુંડ - ગોવિંદસ્વામીની કદંબખંડી - ગોવિંદસ્વામી
- રુદ્ર કુંડ - આંબલી ના વૃક્ષ નીચે - ચતુભુજદાસજી
Monday, August 4, 2008
શ્રીગિરીરાજમાં છ ઋતુ અને બાર નિકુંજ
-------------------------------------------------
(૧) ઋતુ - વસંત કોના મનોરથની ? - શ્રીસ્વામિનીજી
નિકુંજ - ૧ પોખરાજની ૨ પુષ્પલતામય
- સવારે સૂયોદયથી ચાર કલાક - વસંત ઋતુ
- ચરણઘાટી થી દંડવતી શિલા સુધીનૉ વિસ્તાર.
- પોખરાજની નિકુંજમાં - સ્નાન, સિંગાર, ગોપીવલ્લભ ભોગ
- પુષ્પલતામય નિકુંજમાં - દોલોત્સવ
---------------------------------------------------
(૨) ઋતુ - ગ્રીષ્મ કોના મનોરથની ? - શ્રીલલિતાજી
નિકુંજ - ૧ સોનામાં પન્નાજડિત ૨ પુષ્પલતામય
- સવારે સૂયોદય પછીના ચાર કલાકથી બીજા ચાર કલાક સુધી - ગ્રીષ્મ ઋતુ
દંડવતી શિલા થી માનસી ગંગા સુધીનૉ વિસ્તાર. - સોનામાં પન્નાજડિત ની નિકુંજમાં - રાજભોગ , પુષ્પલતામય નિકુંજમાં - ફુલમંડળી
---------------------------------------------------
(૩) ઋતુ - વષા કોના મનોરથની ? - શ્રી વિશાખાજી
નિકુંજ - ૧. સોનામાં માણેકજડિત ૨. પુષ્પલતામય
- સૂયાસ્તના ચાર કલાક પૂવેથી ચાર કલાક સુધી - વષા ઋતુ
- માનસી ગંગા થી શ્રીકુંડ સુધીનૉ વિસ્તાર.
- સોનામાં માણેકજડિત ની નિકુંજમાં - ઉત્થાપનભોગ , પુષ્પલતામય નિકુંજમાં - હિંડોળા
---------------------------------------------------
(૪) ઋતુ - શરદ કોના મનોરથની ? - શ્રી ચંદ્રાવલીજી
નિકુંજ - ૧. સોનામાં હીરાજડિત ૨. પુષ્પલતામય
- સૂયાસ્તથી ચાર કલાક સુધી - શરદ ઋતુ
- શ્રીકુંડ થી ચંદ્રસરોવર સુધીનૉ વિસ્તાર.
- હિરાજડિત નિકુંજમાં - શયનભોગ , પુષ્પલતામય નિકુંજમાં - રાસોત્સવ.
---------------------------------------------------
(૫) ઋતુ - હેમંત કોના મનોરથની ? - શ્રી યમુનાજી
નિકુંજ - ૧. લહેરીયાંદાર મીનાની ૨. પુષ્પલતામય
- સૂયાસ્ત પછીના ચાર કલાક થી ચાર કલાક સુધી - હેમંત ઋતુ
- ચંદ્રસરોવર થી આન્યોર સુધીનૉ વિસ્તાર.
- મીનાની નિકુંજમાં - અનોસરમાં કુનવારો , પુષ્પલતામય નિકુંજમાં - જાગરણ ઉત્સવ.
---------------------------------------------------
(૬) ઋતુ - શિશિર કોના મનોરથની ? - શ્રી ઠાકોરજી
નિકુંજ - ૧. નિલમણિની ૨. પુષ્પલતામય
- સૂયોદય પૂવેના ચાર કલાક - શિશિર ઋતુ
- આન્યોર થી ગોવિંદકુંડ સુધીનૉ વિસ્તાર.
- નિલમણિની નિકુંજમાં - મંગળભોગ , પુષ્પલતામય નિકુંજમાં - હોળીખેલ
---------------------------------------------------
આ દરેક દશૅન શ્રીઠાકોરજી દિવ્ય દષ્ટિ આપે તોજ થાય.
શ્રી ગિરીરાજ વંદના
બારોં કોટિ રત્નકોષ એક રત્ન સિલાપેં । ।
અથાત - શ્રી ગિરીરાજ ઉપર કરોડો પવૅતોની માળા ન્યોછાવર કરી દઈએ. તેમની એક-એક રત્નશિલા પર રત્નોના કરોડા ખજાના ન્યોછાવર કરીએ.
------------------------------------------------------------------------
ખટ ઋતુ વિલાસ, મહારાસ કંદરામેં સદા.
જુગલ વિહાર અષ્ટ પ્રહર રસ ઝુલા પે । ।
અથાત - તેમની કંદરા (ગુફા)માં હમેશાં છએ ઋતુઓ એક સાથે હોય છે ત્યાં શ્રી ઠાકોરજી નિત્ય મહારાસ કરે છે. શ્રી ઠાકોરજી અને શ્રીસ્વામિનીજી ત્યાં ચોવીસે કલાક વિહાર કરે છે અને રસથી ઝુલા ઝુલે છે....
-----------------------------------------------------------------------
ચાલો તો આપણે આ ગિરીકંદરા મા શ્રીઠાકોરજીને શોધવાનો પ્રયત્ન કરિએ.....
